Surendranagar: વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં આક્રોશ, વળતર ચૂકવાયા બાદ જ કામ કરવા દેવાનો નિર્ણય
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે વીજ કંપનીઓની કથિત દાદાગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે વીજ કંપનીઓની કથિત દાદાગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાવડાથી સુરેન્દ્રનગર સુધી નખાઈ રહેલી વીજ લાઈનોના કામમાં વળતર મુદ્દે ભેદભાવના ગંભીર આક્ષેપો લાગ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, હળવદમાં પ્રતિ ચોરસ મીટર 989 વળતર અપાય છે, જ્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોને માત્ર 382 આપી અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કામ કરવા પહોંચતા અધિકારીઓનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. આ મુદ્દે 5 થી વધુ ગામોના ખેડૂતો હવે કોંઢ ગામે વિશાળ સંમેલન યોજી આરપારની લડાઈ લડશે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે પૂરતું વળતર મળ્યા વગર વીજ લાઈનનું કામ આગળ વધવા દેવામાં આવશે નહીં.




