મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના દુગ્ધા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી, લોભામણી લાલચમાં ગુમાવ્યા કરોડથી વધુ

નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતો જી એન ગોલ્ડ લિમિટેડમાં એક કરોડથી વધુ 100 કરતા વધુ લોકોએ રોકાણ કર્યું હ

નસવાડીના દુગ્ધા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી, લોભામણી લાલચમાં ગુમાવ્યા કરોડથી વધુ

નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતો જી એન ગોલ્ડ લિમિટેડમાં એક કરોડથી વધુ 100 કરતા વધુ લોકોએ રોકાણ કર્યું હતું. એજન્ટ પાકતી મુદતે નાણાંના અપાવતા લોકોના નાણાં ડૂબ્યા છે. દુગ્ધા ગામના લોકો મજૂરી કામ કરવા માટે સૌરાષ્ટ્ર અને અન્ય શહેરોમાં જાય છે. ત્યાંથી નાણાં બચાવે અને આ કંપનીમાં ડબલ થવાની લાલચે ગામના એજન્ટને નાણાં આપ્યા હતા. તેની પાવતી પણ આપી હતી. પરંતુ આ કંપનીની ઓફિસ કોઈ જગ્યાએ ના મળતા ગરીબ પરિવારો છેતરાયા છે. 

આ પણ વાંચોઃ પૈસા ફેંકો ડોક્ટર બનો! સુરતમાં કામદાર, ગેરેજવાળા પણ નકલી ડિગ્રીથી બની ગયા ડોક્ટર

લાલચ આપી રોકાણ કરાવાયું

આદિવાસી વિસ્તારમાં નસવાડી તાલુકાનું છેવાડાના ગામ લોકો શિક્ષિત નથી. ગામના યુવાને લોભામણી લાલચો આપી નાણાં રોકાણ કરાવ્યા હતા. પરંતુ નાણાં શ્રમજીવી પરિવારોને ના મળતા મામલો નસવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હાલ તો પોલીસ તપાસ કરવાની ધરપત આપી રહી છે. 

એજન્ટોની તપાસની માગ

હાલ તો નસવાડી તાલુકામાં આવા કેટલા એજન્ટો હતા. તેની તપાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જયારે સરકારે પણ આવા ગરીબ લોકો ને છેતરપિંડી કરતી આવી કંપનીઓ સામે પગલાં ભરવા જોઈએ તેની માંગ ઉઠી છે. જો કે, ન્યાય મળશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે. 

આ સમાચાર શેર કરો