મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કપાસના ભાવ ન મળતાં વઢવાણમાં ખેડૂતોએ ઊભો પાક માલઢોરને ચરાવી દીધો

કપાસના પૂરતા ભાવ ન મળતા વઢવાણ તાલુકાના ખેડૂતોએ ઉભા કપાસમાં માલઢોરનું ભેલ

કપાસના પૂરતા ભાવ ન મળતા વઢવાણ તાલુકાના ખેડૂતોએ ઉભા કપાસમાં માલઢોરનું ભેલાણ કરાવી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યો છે. કપાસના પ્રતિ મણના 1200 રૂપિયા ભાવ મળતા હોવા મુદ્દે વઢવાણ તાલુકના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. સરકારે જાહેર કરેલા કપાસના ટેકાના ભાવ કરતાં 400 રૂપિયા નીચા ભાવે વેપારીઓ ખરીદી કરી રહ્યા છે. એમાંય કડદાના પૈસા કાપી લેતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.  

મોંઘા ખાતર, મજૂરી અને મહેનત કરીને કપાસનું ઉત્પાદન કરવામાં આવ્યું છે ત્યારે કડદાબાજ વેપારીઓએ કડદો કરવાનું ચાલુ કરતાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓ ટેકાના ભાવથી પણ ઓછા રૂપિયા આપી કપાસ ખરીદી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવી અને ઉભા કપાસમાં માલઢોર ચારી દીધા છે.

આ સમાચાર શેર કરો