VIDEO: સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ અપૂરતા વીજ પુરવઠા મુદ્દે ખેડૂતોએ PGVCL કચેરીનો કર્યો ઘેરાવ, પાકને નુકસાન થવાની ભીતિ
સુરેન્દ્રનગર જિલ્લાના લટુડા ગામના ખેડૂતો દ્વારા અપૂરતા વીજ પુરવઠાના મુદ્દે PGVC

સુરેન્દ્રનગર જિલ્લાના લટુડા ગામના ખેડૂતો દ્વારા અપૂરતા વીજ પુરવઠાના મુદ્દે PGVCL કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ખેડૂતોનો આરોપ છે કે ખેતીની સિઝન દરમિયાન પણ પૂરતી વીજળી મળતી નથી, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ‘વિકાસ’ નામના ફીડરમાં વિકાસના બદલે પાવરનો વિનાશ થઈ રહ્યો છે. અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એક તરફ 24 કલાક વીજ પુરવઠાના દાવા કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ બે કલાક પણ વીજળી મળતી નથી. ખેડૂતો દ્વારા તાત્કાલિક પૂરતો વીજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી છે.




