VIDEO : સુરેન્દ્રનગરમાં આવારા તત્ત્વોનો ત્રાસ, રૂપાવટી ગામે યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યાની

સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. રાજેશ ચાવડા નામના યુવકે આવારા તત્વોના સતત ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેની હાલત ગંભીર બની છે. આરોપ છે કે જોરાવરનગર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રોષ વધ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ 6 જેટલા આવારા તત્વો વારંવાર હુમલો કરતા હતા અને ઘરમાં રહેલી મહિલાઓ સાથે પણ મારામારી કરતા હતા. બે વખત અરજી કરવા છતાં કોઈ પગલા ન લેવાતા આ પગલું ભરાયું હોવાનું જણાવાયું છે. હાલ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.



