VIDEO: સુરેન્દ્રનગરમાં ફરી એકવાર મોડી રાતથી વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ગ

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સાયલા તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. પાટડી, ચોટીલા અને વઢવાણ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. માવઠા સમાન વરસાદથી લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ ભારે પવનના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઉપરાંત 10થી વધુ વૃક્ષો અને બેનરો ધરાશાયી થતાં સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.




