મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુરમાં ખેડૂતો ટામેટાનો પાક ઉખેડી નાખવા મજબૂર, ભાવ ઘટીને 7 રૂપિયા થઈ જતાં ધરતીપુત્રો થયા પાયમાલ

છોટાઉદેપુર જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવાઝોડાને કારણે

છોટાઉદેપુર જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવાઝોડાને કારણે પાકને નુકસાન થયા બાદ હવે બજારમાં ટામેટાના ભાવ ઘટીને માત્ર 6 થી 7 રૂપિયા પ્રતિ કિલો થઈ જતાં ખેડૂતો પાયમાલ થયા છે. લાખોના ખર્ચ સામે વળતર ન મળતા અનેક ખેડૂતો પાક ઉખેડી નાખવા મજબૂર બન્યા છે.

જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજનો અભાવ 

છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી. ખેડૂતોને માલ તોડીને તાત્કાલિક જ વેચી દેવો પડે છે, જેના કારણે જે ભાવ મળે તે ભાવમાં માલ વેચવા માટે ખેડૂતોને મજબૂર થવું પડે છે. છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજની માંગણી કરી રહ્યા છે કે તાલુકા મથકની એપીએમસી સેન્ટરોમાં કોલ્ડ સ્ટોરેજ આપવા જોઈએ. હાલ તો 6 થી 7 રૂપિયા ભાવે ટામેટાના મળતા હોવાથી ખેડૂતો દેવેદાર બન્યા છે. કેટલાક ખેડૂતો ટામેટાની ખેતી ઉખેડી નાખવાનું મન બનાવી લીધું છે.

આ સમાચાર શેર કરો