VIDEO: નસવાડીમાં વધુ એક સગર્ભાને સ્ટ્રેચરમાં બે કિમી દૂર ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઈ, રસ્તાના અભાવે પડતી હાલાકી
નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં એક સગર્ભા


નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો, જે બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી પરંતુ કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાના ઘર સુધી ન પહોંચતા ગ્રામજનો સગર્ભાને તાત્કાલિક સ્ટ્રેચરમાં નાખીને બે કિલોમીટર દૂર ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પગપાળા ચાલીને લઈ ગયા હતા.
આઝાદીના વર્ષો બાદ પણ ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં આ જ સુધી પાક્કા રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે ગ્રામજનોને રોજબરોજ ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર અને નેતાઓને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ રોડ બનાવાતો નથી. વિકાસના મોટા દાવા વચ્ચે આ વિસ્તાર હજી પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. વહેલી તકે રસ્તો બનાવી આપવા સ્થાનિકોની માંગ બુલંદ બની છે.




