Gir somnath news: ખાતર માટે ખેડૂતોને વલખા, ત્રણ દિવસથી ધરતીપુત્રો લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર
રવિ પાકને ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખરા સમયે ખાતર ન મળતાં ખેડૂતો બેહાલ બન્યા છ

રવિ પાકને ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખરા સમયે ખાતર ન મળતાં ખેડૂતો બેહાલ બન્યા છે. કોડીનાર ખાતે આવેલ ગુજકોમસોલના ખાતર ડેપો પર છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી ખેડૂતો ખાતર માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે. ડેપો પર ૨૫૦થી વધુ ખેડૂતોની લાઇન લાગી છે.
મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે ખાતરની અછત એક મોટી સમસ્યા બની છે. ખાસ કરીને રવિ પાકને ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખરા સમયે ખાતર ન મળતાં ખેડૂતો બેહાલ બન્યા છે. કોડીનાર ખાતે આવેલ ગુજકોમસોલના ખાતર ડેપો પર છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી ખેડૂતો ખાતર માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે. ડેપો પર ૨૫૦થી વધુ ખેડૂતોની લાઇન લાગી છે. એટલું જ નહીં, હવે તો મહિલાઓ પણ ઘરકામ છોડીને ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વહેલી સવારથી લાઈનો લગાવવા છતાં તેમને પૂરતું ખાતર મળતું નથી.




