ખેડૂતો બરબાદ: ગુજરાતમાં માવઠાથી 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વધુ નુકસાન
ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદથી 10 લાખ હેક્ટરમાં ખ

ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદથી 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે. ગુજરાતમાં ખેડૂતોને માવઠાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા, સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદ થવાના કારણે ખેતીમાં વ્યાપક નુકશાન થયું છે. મગફળી, કપાસ, અડદ, શેરડી, ડાંગર તથા મગના વાવેતરમાં કમોસમી વરસાદ પડવાથી ભારે નુકસાન થયું છે.
ડાંગરના પાકને પણ નુકશાન
નોંધવું રહેશે, કે કમોસમી વરસાદના કહેરમાંથી જિલ્લાના ગાંધીનગર, દહેગામ અને કલોલ તાલુકાનો વિસ્તાર પણ બાકી રહ્યો નથી. ડાંગરના પાકને પણ નુકશાન થયાનું ખેડૂતોએે જણાવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ખરીફ મોસમ દરમિયાન કુલ વાવેતર ૧,૨૧,૨૮૨ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યુ હતું.
ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યાં
ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યાં છે કેમકે ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં ઉભા પાક ધોવાયાં છે. શેરડી, સોયાબીન,તુવેર મગફળી અને બાગાયતી પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. ખુદ સરકારનો અંદાજ છે કે આખઆય ગુજરાતમાં કમોસમી વરસાદથી 10 લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકશાન થયું છે. સૌરાષ્ટ્રમાં પાંચેક જિલ્લામાં સૌથી વધુ નુકશાન પહોંચ્યું હોવાના અહેવાલ છે, ત્યારે આગામી સાતેક દિવસમાં જ પાક નુકશાનીનો સર્વે કરાશે અને તે આધારે ખેડૂતોને રાહત સહાય ચૂકવવામાં આવશે.
ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી
ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના જીલ્લાઓમાં વરસાદે કહેર મચાવતાં ખેતીને નુકશાન થયું છે. હજું તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણેક દિવસમાં ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે, આ તરફ માવઠાને કારણે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ભાવનગર અને અમરેલી દિલ્લામાં મગફળી, કપાસ સહિતના પાકો નાશ પામ્યા છે.





