VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાથી ખેડૂતોની હાલત કફોડી, સરકાર દ્વારા વળતર ન મળતાં વ્યાપી રોષની લાગણી
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. વરિયાળી, સરગવો, દાડમ અને આંબાના પાકને વ્યાપક નુકસાન થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વર્ષ 2020 થી રાજ્યમાં પાક વીમા યોજના બંધ હોવાથી અને સરકાર તરફથી પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર આવતા માવઠા સામે સરકારની નીતિઓ નિષ્ફળ રહેતા હવે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.



