દ્વારકામાં ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈ યોજાયું 'ખેડૂત સત્યાગ્રહ' મહા સંમેલન, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા નજીક હાઇવે પર વાછરડાવાવ મંદિરમાં ખેડૂત સત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા નજીક હાઇવે પર વાછરડાવાવ મંદિરમાં ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂતોનું મહા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. જેમાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવા સહિતના મુદ્દે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાયું. આ સાથે દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17નો પાકવિમો 70થી 80% મળવાપાત્ર હતો તે નથી મળ્યો. તેમજ દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો છે ત્યારે ચાલુ વર્ષનુ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરાઈ હતી.
આ પણ વાંચો : મહાકુંભમાં ભાગદોડ વખતે ગુમ થયેલા બનાસકાંઠાના વડીલનો 24 કલાકે પરિવાર સાથે મેળાપ
11 વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે પણ પરિણામ શૂન્ય છે. 11 વર્ષમાં સરકાર 1 ગામનો નકશો પણ સુધારી શકી નથી. 7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા અને ચરકલા ડેમ સરકાર રીપેર કરી શકી નથી ત્યારે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી વંગળી અને રેટા કાલાવડ ડેમ બનાવવા માટે દર ચૂંટણીએ માત્ર ઉદઘાટન જ કરાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




