મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સમ્રાટ નમકીનના માલિક સાથે પારિવારિક મિત્રએ કરી 4.50 કરોડની ઠગાઈ, પોલીસ ફરિયાદ દાખલ

ગુજરાતમાં જાણીતી એવી સમ્રાટ નમકીન કંપનીના માલિકે કેટલાક પારિવારિક મિત્રો વિરુદ્ધ છેતરપિંડીની ફ

સમ્રાટ નમકીનના માલિક સાથે પારિવારિક મિત્રએ કરી 4.50 કરોડની ઠગાઈ, પોલીસ ફરિયાદ દાખલ

ગુજરાતમાં જાણીતી એવી સમ્રાટ નમકીન કંપનીના માલિકે કેટલાક પારિવારિક મિત્રો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સમ્રાટ નમકીનના માલિક જયશંકર વૈદ્યે અમદાવાદમાં તેમના કેટલાક પારિવારિક મિત્રો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સમ્રાટ નમકીનના માલિક જયશંકર વૈદ્ય પાસેથી તેમના વર્ષો જુના પારિવારિક મિત્રોએ ધંધાના વિકાસ માટે વર્ષ 2010થી 2016 સુધીમાં 4. 50 કરોડ પડાવી લીધા હતા. જે હજુ સુધી તેમણે પરત ન કરતા આખરે જયશંકર વૈદ્ય અમદાવાદ શહેરના ખાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જયશંકર વૈદ્યના દિલ્હી દરવાજા ખાતે ત્રિકમદાસ વાસવાણી નામના વેપારી સાથે પારિવારિક સંબંધ હતા. જેથી તેમને જ્યારે પણ ધંધા માટે આર્થિક મુશ્કેલી ઉભી થતી ત્યારે જયશંકર વૈદ્ય તેમની પડખે ઉભા રહી તેમની મદદ કરતા. જો કે, ત્રિકમદાસનું થોડા વર્ષ પહેલા અવસાન થયું હતું. ઘનિષ્ઠ સંબંધ હોવાને કારણે જયશંકર વૈદ્યે વર્ષ 2010થી 2016 સુધીમાં ટુકડે ટુકડે ત્રિકમદાસના પરિવારને 4.50 કરોડ રુપિયાની મદદ કરી હતી. જ્યારે જયશંકરે તે રુપિયા પરત માંગ્યા ત્યારે ત્રિકમદાસના પરિવારે તમામ રુપિયા પાછા આપવાની બાંહેધરી આપી હતી.

પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પાછા આપ્યા નહીં. અલબત્ત, પરિવારે તેમની દુકાન અને ઘર સહિતની પ્રોપર્ટીઓ જયશંકરને આપવા માટે લખાણ લખી આપ્યું હતું કિન્તું તેમાં પણ તેઓએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આખરે જયશંકર વૈદ્યે કંટાળીને તે પરિવારના રત્ના વાસવાણી, દિપક વાસવાણી અને આનંદ વાસવાણી વિરુદ્ધ શાહપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં શાહપુર પોલીસ દ્વારા આ મામલે ઠગાઈનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો