VIDEO: રાજકોટના જાણીતા પેટ્રોલ પંપ પરથી કૌભાંડ ઝડપાયું, ઓછું ઈઁધણ ભરીને આચરતા હતા છેતરપિંડી
રાજકોટના ભીલવાસમાં આવેલા પેટ્રોલ પંપમાં ચેકિંગ દરમિયાન ગેરરીતી ઝડપાઈ છે.તોલમાપ ખાતાની રાજ્યવ્યાપી જૂબેશને
રાજકોટના ભીલવાસમાં આવેલા પેટ્રોલ પંપમાં ચેકિંગ દરમિયાન ગેરરીતી ઝડપાઈ છે.તોલમાપ ખાતાની રાજ્યવ્યાપી જૂબેશને પગલે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
પાંચ લીટર પેટ્રોલ પર 35 મિ.લી જેટલી કટકી કરતા
રાજકોટ શહેરના ભીલવાસમાં આવેલા પેટ્રોલ પંપ પર તોલમાપ ખાતાએ દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યુ હતું.જેમાં નિયત પ્રમાણ કરતા ઓછી ઈંધણ ભરી આપવામાં આવતુ હોવાનો ખુલાસો થયો છે. પાંચ લીટર પેટ્રોલ પર 35 મિ.લી જેટલી કટકી થતુ હોવાનું સામે આવ્યું હતું.ગેરરીતિ સામે આવતા તોલમાપ ખાતાએ કાર્યવાહી કરી હતી. પેટ્રોલના બે અને ડિઝલના એક નોઝલ સીલ કરવામાં આવ્યા હતા.




