હવે ગુજરાતમાંથી નકલી એસટી કર્મચારી ઝડપાયો, બચાવમાં આવેલો નકલી સચિવ પોલીસને જોઇ ફરાર
રાજ્યમાં નકલી અધિકારીઓ, કર્મચારીઓનો ઝડપવાનો સિલસિલો યથાવત છે. ત્યારે વિસનગરમાંથી નકલી એસટી કર્મચારી ઝડપાયો છે. મળતા અહે

રાજ્યમાં નકલી અધિકારીઓ, કર્મચારીઓનો ઝડપવાનો સિલસિલો યથાવત છે. ત્યારે વિસનગરમાંથી નકલી એસટી કર્મચારી ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે ટિકિટ ચેકિંગમાં આ નકલી કર્મચારી ઝડપાયો છે. એસટી સ્ટાફમાં છું કહી બનાવટી આઈ કાર્ડ બતાવ્યું હતું, બીજી તરફ નકલી કર્મચારીએ જે શખ્સને બોલાવ્યો તેણે તો સચિવ છું કહીને રોફ જમાવ્યો હતો.
ટિકિટ ચેકિંગ દરમ્યાન ઝડપાયો શખ્સ
મહેસાણા-વિસનગર બસ (જીજે 18 ઝેડ 6835)માં એક મુસાફર પાસે ટિકિટ માગતાં તેણે એસટી સ્ટાફમાં છું.તેમ કહ્યું હતું. ત્યાર બાદ શખ્સની તપાસ કરતાં તે નકલી નીકળ્યો હતો.
પોલીસે નકલી આઈ કાર્ડ સાથે શખ્સની અટકાયત કરી
એસટી કર્મીની ઓળખ આપનાર સોની ધવલ જીતેન્દ્રકુમારને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે નકલી કર્મચારીની ઓળખ આપનાર સોની ધવલ અને સચિવની ઓળખ આપનાર રાકેશ પટેલ બન્ને સામે ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે સચિવની ઓળખ આપનાર શખ્સ હાલ ફરાર છે.






