જેતપુરમાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો, વ્યાજની રકમ ઉઘરાવવાના ચક્કરમાં આરોપી આવ્યો સકંજામાં
રાજ્યમાં નકલી અધિકારીઓ, કર્મચારીઓનો ઝડપવાનો સિલસિલો યથાવત છે. ત્યારે રાજકોટના જેતપુરમાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો છ

રાજ્યમાં નકલી અધિકારીઓ, કર્મચારીઓનો ઝડપવાનો સિલસિલો યથાવત છે. ત્યારે રાજકોટના જેતપુરમાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. નકલી પોલીસ કર્મચારી બનીને એક યુવાનને ડરાવીને ધમકી આપી હતી. મળતા અહેવાલ પ્રમાણે રાહુલ પ્રવિણભાઇ વાડદોરીયા નામના યુવાનને ફોન કરીને પોલીસની ખોટી ઓળખ આપીને ડરાવ્યો હતો.
વ્યાજની રકમ ઉઘરાવવા માટે નકલી પોલીસ બનીને યુવાનને ધમકાવ્યો
આરોપીએ જેતપુર સિટી PI ના રાઈટર તેમજ P.I.ની ખોટી ઓળખ આપી હતી. આરોપીએ રાહુલ પ્રવિણભાઇ વાડદોરીયાને ફોન કરીને કહ્યું કે તારી 15 હજારની વ્યાજની અરજી પોલીસ મથકે આવી છે, તું વ્યાજે ફેરવે છે રૂપિયા આમ કહીને ખોટી ઓળખ આપી હતી. વ્યાજની રકમ ઉઘરાવવા માટે નકલી પોલીસ બનીને આરોપીએ ફરિયાદીને પોલીસની ખોટી ઓળખ આપી હતી
પોલીસે કલમ 204 મુજબનો ગુનો દાખલ કરીને આરોપીને દબોચ્યો
જ્યારે યુવાન પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે સમગ્ર હકિકત સામે આવી હતી. પોલીસે આરોપી પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશ ખુમાણની ધરપકડ કરી હતી. પોલીસે કલમ 204 મુજબનો ગુનો દાખલ કરીને પૂછપરછ પણ હાથ ધરી છે. ભૂતકાળમાં આરોપીએ કોઈને ફોન કરીને ખોટી ઓળખ આપીને રૂપિયાનો તોડ કર્યો છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવશે.
વિસનગરમાંથી અગાઉ નકલી એસટી કર્મચારી ઝડપાયો
વિસનગરમાંથી નકલી એસટી કર્મચારી ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે ટિકિટ ચેકિંગમાં આ નકલી કર્મચારી ઝડપાયો છે. એસટી સ્ટાફમાં છું કહી બનાવટી આઈ કાર્ડ બતાવ્યું હતું, બીજી તરફ નકલી કર્મચારીએ જે શખ્સને બોલાવ્યો તેણે તો સચિવ છું કહીને રોફ જમાવ્યો હતો.






