અમદાવાદમાં વધુ એક નકલી અધિકારી વિરૂદ્ધ ફરિયાદ, જાણો શું છે ઘટના
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષથી ઉચ્ચ કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં સરક

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષથી ઉચ્ચ કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનારા એક વ્યક્તિ વિરૂદ્ધ અમદાવાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સીમાં અધિકારી હોવાની આપી હતી ખોટી ઓળખ
અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા રૂપેશ દોશી નામના વ્યક્તિ સામે કેન્દ્રીય એજન્સીઓમાં નકલી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. રૂપેશ દોશી PMO,CBI અને NIA જેવી એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી.
વર્ષ 2019થી 2024 દરમિયાન રૂપેશ દોશીએ AMCના ફૂડ વિભાગના અધિકારી સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. રૂપેશ દોશીએ કેન્દ્રીય એજન્સીમાં અધિકારી હોવાની ઓળખ આપી અલગ અલગ હોટલ-રેસ્ટોરન્ટમાંથી જમવા માટે તથા અલગ અલગ સમયે નાસ્તા મંગાવ્યા હતા. આ સાથે જ અન્ય વ્યક્તિઓ પાસે ટેક્ષીની વ્યવસ્થા પણ કરાવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. રૂપેશ દોશીએ 18,300 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને ધ્યાનમાં લેતા રૂપેશ દોશી સામે કલમ 316(2), 319(2), 318(4), 204 મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








