નકલી નોટો ડ્રગ્સ ખરીદી કરતા શખ્સોને પધરાવવાનો રચ્યો હતો કારસો, આરોપીની કબુલાત
CID ક્રાઇમ દ્વારા ડુપ્લીકેટ નોટ પકડવાનો મામલે તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપી મોઈનનો મોટો પ્લાન હ

CID ક્રાઇમ દ્વારા ડુપ્લીકેટ નોટ પકડવાનો મામલે તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપી મોઈનનો મોટો પ્લાન હતો.તે ડ્રગ્સની ખરીદી કરતા લોકોને ડુપ્લીકેટ નોટ પધરાવવાનો હતો.
ગાંધીનગર CID ક્રાઇમે અમદાવાદના રામોલબ્રિજ પાસેથી નકલી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરી
મહત્ત્વનું છે કે ગાંધીનગર CID ક્રાઇમે અમદાવાદના રામોલબ્રિજ પાસેથી નકલી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી.મધ્યપ્રદેશમાં ભાડે રૂમ રાખીને છાપકામ શરૂ કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૂળ રાજસ્થાનના ત્રણેય શખ્સો પાસેથી કુલ 15 લાખ 30 હજાર 100ની નકલી ચલણી નોટો પકડી પાડી હતી.




