સુરત/ ઓનલાઈન IPLની નકલી ટિકિટ વેચતી ગેંગનો પર્દાફાશ, મુંબઈ પોલીસે 7ને દબોચ્યા
મનોરંજનથી ભરપૂર ક્રિકેટની સિઝન IPL ચાલી રહી છે. જેમાં ઓનલાઈન નકલી ટિકિટનો કાળો કારોબાર ચાલતો હોવાનો પર્દાફા

મનોરંજનથી ભરપૂર ક્રિકેટની સિઝન IPL ચાલી રહી છે. જેમાં ઓનલાઈન નકલી ટિકિટનો કાળો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. મુંઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે સુરતથી 7 વ્યક્તિની ધરપકડ કરી છે. આ લોકોએ આઈપીએલના જેવી જ નકલી વેબસાઈટ બનાવી હતી. જેના થકી ઓનલાઈન ટિકિટ વેચવાનું શરૂ કર્યું હતું.
આ સંદર્ભે સાયબર પોલીસના જણાવ્યાનુસાર ફરિયાદી બીગ ટ્રી એન્ટરટેઈનમેન્ટ પ્રા.લી.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર(સીઓઓ) અનિલ મખીજા(66)એ સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના વેબસાઈટ જેવી જ આબેહૂબ બનાવટી વેબસાઈટ તૈયાર કરી હતી. આ વાતની ગંભીરતાથી પોલીસે તપાસ કરીને જે બેંક ખાતામાં રૂપિયા જતાં હતા તેની વિગતો મેળવી હતી.
તપાસમાં સમગ્ર છેતરપિંડી સુરતથી થતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ એક ટીમ સુરત આવી અને અહિંથી ખુશાલ ડોબરિયાની ધરપકડ કરી હતી. ડોબરિયાની ધરપકડ બાદ પોલીસે અન્ય છ આરોપીઓની ધરપકડ કરી હતી. આ લોકોમાં ભાર્ગવ બોરડ, ઉત્તમ ભીમાણી, જેસ્મીન પિઠાણી, હિમત અંતલા, નિકુંજ ખીમાણી અને અરવિંદ ચોટલિયાનો સમાવેશ થાય છે.






