Video: સુરતમાં તહેવારો ટાણે 'સાહસ પ્રીમિયમ' નામે વેચાતું નકલી ઘી ઝડપાયું

સુરતમાં તહેવારો ટાણે 'સાહસ પ્રીમિયમ' બ્રાન્ડના નામે ખેલાતા નકલી ઘીના મોટા ગોરખધંધાનો આરોગ્ય વિભાગ અને પોલીસે પર્દાફાશ કર્યો છે. રિપોર્ટમાં આ ઘી સંપૂર્ણપણે ડુપ્લીકેટ હોવાનું ખુલ્યું છે. કારખાનામાં વનસ્પતિ ઘી, સોયાબીન તેલ અને કેમિકલ એસેન્સની ભેળસેળ કરીને અસલ જેવું દેખાતું નકલી ગાયનું ઘી બનાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન પોલીસે ફેક્ટરીમાંથી આશરે ૯૦૦ કિલો પેક્ડ નકલી ઘી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કારખાનું છેલ્લા ૧ મહિનાથી કાયદેસરના લાયસન્સ વગર ધમધમતું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને આ ઝેરી ભેળસેળવાળું નકલી ઘી બજારમાં માત્ર ૩૦૦ પ્રતિ કિલોના સસ્તા ભાવે વેચવામાં આવતું હતું. હાલ આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.







