Video: ચંડી પડવા નિમિત્તે સુરતમાં ઘારી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા અને ચેકિંગ

સુરત શહેરમાં આગામી ચંડી પડવાના તહેવારને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની ટીમ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ઘારી મળી રહે તે હેતુથી શહેરના વિવિધ ઝોન વિસ્તારોમાં ઘારી વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ 10 અલગ-અલગ ટીમ બનાવીને વિવિધ વેપારીઓને ત્યાંથી ઘારીના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. એકત્રિત કરવામાં આવેલા આ સેમ્પલોને તાત્કાલિક પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ચંડી પડવાના તહેવાર પહેલાં જ આ તમામ સેમ્પલોના રિપોર્ટ આવી જાય તે માટે તંત્ર દ્વારા વેગવંતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.





