ગૃહમંત્રી, સુરત પોલીસ કમિશનરના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બન્યુ, હર્ષ સંઘવીએ કરી આવી અપીલ
સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ વધ્યો છે. અત્યાર સુધી સામાન્ય લોકોને ટાર્ગેટ કરતી ગેંગ દ્વા

સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ વધ્યો છે. અત્યાર સુધી સામાન્ય લોકોને ટાર્ગેટ કરતી ગેંગ દ્વારા હવે મોટા અધિકારીઓથી લઇને નેતાઓને પણ નિશાને લેવામા આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક આઈ.ડી બનાવવામાં આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ફેસબુક અને ઇન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે.
રિપોર્ટ કરવા અપીલ
હર્ષ સંઘવી દ્વારા તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, મારા નામનો ઉપયોગ કરીને બનાવાયેલા નકલી ફેસબુક આઈડીને લગતી સમસ્યા વિશે જાણ કરવા માંગુ છું. જો તમને આ ફેક એકાઉન્ટમાંથી મેસેજ અથવા ફ્રેન્ડ રીક્વેસ્ટ મળે છે, તો તેની સાથે જોડાશો નહીં અને યોગ્ય કાર્યવાહી માટે એકાઉન્ટને રિપોર્ટ કરો.
પોલીસ કમિશનરનુ પણ ફેક એકાઉન્ટ
બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવામાં આવ્યું છે. સાયબર ઠગબાજો દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકો ના નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે. હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરી દેવામા આવી છે.








