જૂનાગઢ: ગાંધીગ્રામ વિસ્તારમાં નકલી ASI ઝડપાયો, પોલીસવર્દીમાં રોફ મારતો હતો યુવાન
રાજ્યમાં અસલી કરતા નકલીનું પ્રમાણ વધુ હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢમાંથી નકલી ASI ઝડપાયો છે. સી ડીવીઝન પોલીસે આ શખ્સને

રાજ્યમાં અસલી કરતા નકલીનું પ્રમાણ વધુ હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢમાંથી નકલી ASI ઝડપાયો છે. સી ડીવીઝન પોલીસે આ શખ્સને દબોચ્યો છે.
જુનાગઢમાંથી નકલી ASI ઝડપાયો
મળતા અહેવાલ પ્રમાણે સી ડીવીઝનના કર્મચારીઓ પેટ્રોલિગમાં હતા, તે દરમ્યાન બાતમી મળી હતી કે એક શખ્સ જુનાગઢ ગાંધીગ્રામ, સિદ્ધી વિનાયક હોસ્ટેલ પાસે પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે. જ્યારે પેટ્રોલિંગ ટીમે આ શખ્સને દબોચ્યો હતો. શખ્સ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 170,171 મુજબ ગુનો દાખલ કર્યો છે.
આ યુવાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો
શખ્સની ઓળખ યુવરાજ રામશીભાઈ જાદવ તરીકે થઈ છે. આ યુવાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. તો બીજી તરફ પૂછપરછમાં આ સામે આવશે કે શા માટે તે પોલીસની વર્દી પહેરીને ફરતો હતો.






