મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ વટવામાં ડુપ્લીકેટ શરબતના પાઉચ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 2.16 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદના વટવા વિસ્તારમાંથી ડુપ્લીકેટ શરબતના પાઉચ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ હોવાની ઘટના સામે

Ahmedabad/ વટવામાં ડુપ્લીકેટ શરબતના પાઉચ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 2.16 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદના વટવા વિસ્તારમાંથી ડુપ્લીકેટ શરબતના પાઉચ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા ખાનગી બ્રાન્ડના મેંગો અને પેપ્સી ફ્લેવરના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવવામાં આવતા હોવાનો પર્દાફાશ કર્યો છે.

માહિતી મુજબ લાજવાબ બ્રાન્ડના નામે કોઈ પરવાનો કે રજિસ્ટ્રેશન વિના જ ડુપ્લીકેટ શરબતના પાઉચ બનાવવામાં આવતા હતા. આ અંગે માહિતી મળતા વટવા પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી આશરે 2.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ કેસમાં ડુપ્લીકેટ શરબતના પાઉચ બનાવનાર મુમતાઝ અહેમદ અંસારી સામે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો