મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

30 હજારના દોઢ લાખ આપ્યા છતાં કરી પઠાણી ઉઘરાણી, 61 વર્ષના વૃદ્ધે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. મહેસાણાના મહેસાણાના કડી ખાતે વ્યાજખોરોના ત્રાસથી

30 હજારના દોઢ લાખ આપ્યા છતાં કરી પઠાણી ઉઘરાણી, 61 વર્ષના વૃદ્ધે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. મહેસાણાના  મહેસાણાના કડી ખાતે વ્યાજખોરોના ત્રાસથી આધેડ વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 61 વર્ષીય ઈશ્વરભાઈ નાઈએ વ્યાજખોરો પાસેથી 30 હજાર 20 ટકાના વ્યાજે લીધા હતાં. 30 હજારના વ્યાજખોરોને દોઢ લાખ ચુકવ્યા હોવા છતાં પણ વ્યાજખોરો તેમને પઠાણી ઉઘરાણી કરતા હતાં.

30 હજારના દોઢ લાખ ચૂકવ્યાં

વ્યાજખોરો વૃદ્ધને પૈસા માટે સતત દબાણ કરતા હતા. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ આદરી હતી. વ્યાજના દુષણને ડામવાના પોલીસ તંત્ર સતત પ્રયાસ કર્યાની વાતો પોકળ સાબિત થઈ રહી છે. 

આ સમાચાર શેર કરો