મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP અગ્નિકાંડ: ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયા જેલ ભેગા

રાજકોટ મહાપાલિકાના 10 વર્ષથી ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ સાગઠિયાની અગ્નિકાંડમાં આરોપી

TRP અગ્નિકાંડ: ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયા જેલ ભેગા

રાજકોટ મહાપાલિકાના 10 વર્ષથી ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ સાગઠિયાની અગ્નિકાંડમાં આરોપી તરીકે ધરપકડ બાદ  તેની પાસે 10  કરોડથી વધુ રકમની અપ્રમાણસર એટલે કે આવક કરતા 410 ટકા વધારે મિલ્કત મળતા તે ગુનામાં તેની 19  જૂને ધરપકડ કરાઈ હતી અને બાદમાં તેના કબજાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની રોકડ,સોના વગેરે મળ્યું હતું. આ ગુનામાં સાગઠિયાના રિમાન્ડ પૂરા થતા એ.સી.બી.એ તેને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયેલ છે.  

15 કરોડની કિંમતનું 22 કિલો સોનું બિસ્કીટ અને ઘરેણાં સ્વરૂપે ખરીદ્યું

સાગઠિયાએ ભ્રષ્ટાચારની કમાણીમાંથી રૂ।. 15 કરોડની કિંમતનું 22 કિલો સોનું બિસ્કીટ અને ઘરેણાં સ્વરૂપે ખરીદ્યું હતું. આ ખરીદીના બિલો મળ્યા નથી. જે અન્વયે આજે એ.સી.બી. દ્વારા  પેલેસ રોડ અને કોઠારીયા નાકા વિસ્તારમાં આવેલા અર્ધો ડઝન જેટલા જ્વેલર્સની પુછપરછ કરી હતી, પરંતુ સોના ચાંદીના તમામ વેપારીઓએ પોલીસને અમે તો બિલથી જ વેચાણ કર્યું છે, બિલ ફાડી નાખ્યું હોય તો ખબર નથી, ખરીદી કોણે કરી તે નામ આપો તો કહી શકાય વગેરે  લગભગ એકસરખા  ઉત્તરો આપ્યા હતા. 

સામાન્ય જ્વેલર્સની દુકાનમાં ન હોય એટલું 22 કિલો સોનું ભેગુ કર્યું 

સામાન્ય નાગરિકે લગ્નપ્રસંગ માટે એક તોલુ (10 ગ્રામ) સોનુ ખરીદવું હોય તો પણ મોંઘુદાટ લાગે છે ત્યારે સાગઠીયાએ સામાન્ય જ્વેલર્સની દુકાનમાં ન હોય એટલું 22 કિલો સોનું ભેગુ કર્યું હતું. 

આ સમાચાર શેર કરો