મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navratri 2024:સુરતની સોસાયટીમાં વરસતા વરસાદમાં પણ જામી ગરબાની ધૂમ, ઘર આંગણે સુરક્ષિત ઉજવણી

પાર્ટી પ્લોટના મોટા ગરબાના આયોજનો સામે પણ સુરતમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી રહી છે. સુરતના મોટાવ

Navratri 2024:સુરતની સોસાયટીમાં વરસતા વરસાદમાં પણ જામી ગરબાની ધૂમ, ઘર આંગણે સુરક્ષિત ઉજવણી

પાર્ટી પ્લોટના મોટા ગરબાના આયોજનો સામે પણ સુરતમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી રહી છે. સુરતના મોટાવરાછા-અબ્રામા રોડ પર આવેલી અમૃત રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા ઘર આંગણે જ સુરક્ષિત રીતે એકતા દર્શાવતા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના રહીશોનો ઉત્સાહ વધારવા ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે સોસાયટીમાં થતી ઉજવણીને પ્રોત્સાહિત કરી હતી.

સોસાયટીના પ્રમુખે કહ્યું કે, અમારી સોસાયટીમાં દરવર્ષે તમામ બિલ્ડીંગના રહીશો દ્વારા તમામ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિના નવે નવ દિવસ પરંપરાગત વસ્ત્રોમાં સ્ત્રી-પુરૂષો સહિતના ઘર આંગણે જ પ્રાચિન અને અર્વાચિન ગરબાના તાલે ઝૂમતા હોય છે. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ખેલૈયાઓ સુરક્ષિત માહોલમાં ઉજવણી કરતાં હોય છે.

મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, મારા મત વિસ્તારની સોસાયટીના લોકોનો ઉત્સાહ વધારવા આવ્યો છું. અહિંની સોસાયટીમાં અનેરી એકતાના દર્શન થાય છે. લોકો સુખ-દુઃખમાં સહભાગી થતાં હોય છે. આવા પવિત્ર તહેવારમાં એકતા દર્શાવે છે. ત્યારે અમને પણ અહિં આવીને આરાધના કરવાની તક મળી છે. જે અહોભાગ્ય છે. વડાપ્રધાન મોદીના પ્રયાસોથી વર્ષોથી પાવાગઢમાં નૂતન મંદિરમાં આરાધના થઈ રહી છે. તેવી જ આરાધના સુરતના આંગણે સોસાયટીના લોકો કરી રહ્યાં છે. જે આપણી સનાતન સંસ્કૃતિનું રક્ષણ વર્ષોથી સુધી થઈ શકશે.

સોસાયટીના રહીશે કહ્યું કે, અમારે કોઈ મોટા આયોજનમાં જવાની જરૂર રહેતી નથી. અમારી સોસાયટીની વચ્ચે બગીચો અને પાર્કિંગની જગ્યા તથા રોડ પર જ ગરબા રમીએ છીએ. વરસાદનું વિધ્ન પણ અમારા ગરબાની મોજને ઓછી થવા દેવા સક્ષમ નથી. અમારી સોસાયટીના રસ્તા આરસીસીના છે. જેથી ઘર આંગણે જ સલામતી સાથે ગરબા અને નાસ્તાની જયાફત સાથે ખરા અર્થમાં માતાજીની આરાધના કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો