વિરોધમાં પણ કોંગ્રેસ-આપનું ગઠબંધન, સુરતમાં પડેલા ભુવાનો વિરોધ કરવામાં પણ AAPએ કરી કોપી
ગત લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ગઠબંધન કરવામાં આવ્યું હતું.

ગત લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ગઠબંધન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ગઠબંધન હજુ પણ યથાવત હોય તેમ એકમેક પક્ષની કોપી થતી હોવાનું સામે આવી રહ્યું છે. સુરતમાં રસ્તા પર પડતાં ભુવાના વિરોધ કરવામાં કોંગ્રેસે ભાજપનો ઝંડો ભુવામાં રોપીને વિરોધ કર્યો હતો. ત્યારે આજે આપ દ્વારા પણ એ જ રીતે વિરોધ કરાયો હતો.
કાર સમાય જાય તેવો
સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં પરમ હોસ્પિટલની સામે પડ્યો ભૂવો આખે આખી ફોરવીલ અંદર જાય તોય જગ્યા વધે એટલો મોટો પડ્યો હતો. પાલિકા કામગીરી કરે તે પહેલાં સ્થાનિકો પહોંચી ગયા હતા અને આડાસ મુકી દીધી હતી. હવે લોકો ભુવા થી એટલા બધા કંટાળી ગયા છે કે આ વિસ્તારના કોંગ્રેસના નેતાઓએ પડેલા ભુવામાં ભાજપના ઝંડા મુકીને આ ભુવા ભાજપના ભ્રષ્ટાચારના ભુવા છે તેવો આક્ષેપ કરી દીધો છે.
ભાજપના ઝંડા લગાવાયા
કોંગ્રેસના નેતાઓના આ વિરોધ બાદ તેની કોપી આપના કોર્પોરેટરે કરી છે. આજે વરાછા ઝોનના મમતા પાર્કથી રચના સર્કલ સુધી કાપોદ્રા વિસ્તારમાં ખાડા પડ્યા છે તેનો વિરોધ આપના કોર્પોરેટર સેજલ માલવીયાએ ભાજપના ઝંડા લગાવી કર્યો છે. આપના કોર્પોરેટરે આ ખાડા પર ઝંડા લગાવીને 30 વર્ષના ભાજપના વિકાસના ખાડા છે તેવો આક્ષેપ કર્યો છે.








