મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં તપેલા ડાંગ પાલિકાએ સીલ કર્યા બાદ પણ સ્થિતિ જૈસે થે, રસ્તા પર છોડવામાં આવે છે કલરવાળુ પાણી

સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર ગંદા પાણી છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કલર વાળા પાણી રસ્તા ઉપર

સુરતમાં તપેલા ડાંગ પાલિકાએ સીલ કર્યા બાદ પણ સ્થિતિ જૈસે થે, રસ્તા પર છોડવામાં આવે છે કલરવાળુ પાણી

સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર ગંદા પાણી છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કલર વાળા પાણી રસ્તા ઉપર ઠાલવતી તપેલા ડાઇંગને સીલ મારવામાં આવ્યા છે. તેમ છતાં હજુ પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય તેવું સામે આવી રહ્યું નથી. લિંબાયત વિસ્તારમાં રસ્તા પર ગરમ કલર વાળું પાણી છોડવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે.

અધિકારીઓની મિલીભગત

ગોવિંદ નગરમાં તપેલા ડાઈંગનું પાણી નીકળે છે. કલર બદલીને લાલ, કાળો, પીળા કલરવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. પાલિકાની કામગીરી ખાલી દેખાવ માત્ર રહી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. એસએમસીના અધિકારીઓના મેળાપીપળામાં અહીંયા સીલ મારેલી તપેલા ડાઇંગ ફરી ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

સ્થાનિકોને હાલાકી

લિંબાયત ઝોનની બેદરકારીને કારણે ગોવિંદનગર રેલવે ગરનાળા પાસે રોજે રોજ રોજ તપેલા ડાઈંગનું કલર વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી લોકો હેરાન પરેશાન થયા છે. ગરમ કલરવાળું પાણી રસ્તા ઉપર છોડવામાં આવતું હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો