મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગતિશીલ ગુજરાતની વાસ્તવિક્તા: આઝાદીના 77 વર્ષ પછી પણ આ ગામમાં નથી પહોંચી વીજળી

સુરેન્દ્રનગર જિલ્લાનું અંતરિયાળ ગામ આઝાદીના 77 વર્ષ પછી પણ અંધારપ

VIDEO: ગતિશીલ ગુજરાતની વાસ્તવિક્તા: આઝાદીના 77 વર્ષ પછી પણ આ ગામમાં નથી પહોંચી વીજળી

સુરેન્દ્રનગર જિલ્લાનું અંતરિયાળ ગામ આઝાદીના 77 વર્ષ પછી પણ અંધારપટમાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાનીયાણી ગામાં વીજળીની સુવિધા જ ઉપલબ્ધ નથી. શાળામાં અભ્યાસ કરતા બાળકો અંધારામાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. ગામમાં વીજળી વગર લોકો જીવન વિતાવી રહ્યા છે. 

ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછી થઈ જાય છે ગાયબ

ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછી ગાયબ થઈ જાય છે.

ગામની મહિલાઓ અંધારામાં રસોઈ કરવા મજબૂર બની

ગામની મહિલાઓ અંધારામાં રસોઈ કરવા મજબૂર બની છે. બાળકો પણ  ગ્રામજનોએ જણાવ્યું કે વીજળી, પાણી, રસ્તાની પણ સમસ્યાઓ છે. બાળકો બે કિલોમીટર ચાલીને શાળાએ જાય છે. ગતિશીલ ગુજરાતની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો