આંગડિયા પેઢીમાં CIDની તપાસમાં EDની એન્ટ્રી, 18 કરોડ રોકડ અને 1 કિલો સોનું કબજે કર્યું
અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી ક્રાઈમે ગુરૂવારે આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા છે. આ રેડ દરમિયાન CID ક્રાઈમે

અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી ક્રાઈમે ગુરૂવારે આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા છે. આ રેડ દરમિયાન CID ક્રાઈમે 18 કરોડ રોકડા, 75 લાખનું વિદેશી ચલણ અને 1 કિલો સોનું કબજે કર્યું છે. હવે આ તપાસમા એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) પણ તપાસમાં જોડાઈ ગઈ છે.
તપાસ દરમિયાન ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમ માટે હવાલા પડ્યા હોવાની શક્યતા છે. દુબઈ સહિત બીજા અન્ય દેશોમાં પણ આંગડિયા મારફતે રૂપિયા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન RTGS દ્વારા ગેરકાયદેસર નાણા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી 5 કરોડ જપ્ત કરાયા
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી 5 કરોડ , H.M આંગડિયા પેઢીમાંથી 8 કરોડ રકમ જપ્ત કરવામાં આવ્યા છે. P.M આંગડિયા પેઢીમાંથી 2 કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.
40 ટીમોએ આંગડિયા પેઢીમાં ઓપરેશન હાથ ધર્યું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન બાદ સીઆઇડી ક્રાઈમે રાજ્યભરમાં 25 જગ્યા પર 40 ટીમોએ આંગડિયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હવે આ તપાસમાં આવકવેરા વિભાગની ટીમ અને ઈડી પણ જોડાઈ છે.






