ગુજરાતના આ ગામમાં ભાજપ માટે પ્રવેશબંધી, ગ્રામજનોએ રોષ સાથે લગાવ્યા બેનર
સુરેન્દ્રનગરના મોટા ઉભડા ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. ભાજપ સા

સુરેન્દ્રનગરના મોટા ઉભડા ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. ભાજપ સામે ગ્રામજનોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરના મોટા ઉભડા ગામમાં ભાજપના નેતાઓનો વિરોધ
સુરેન્દ્રનગરના મોટા ઉભડા ગામમાં ખેડૂતોને ખેતરમાં જવા માટે રસ્તા ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને દલિત સમાજને સ્મશાનમાં જવા માટે પણ રસ્તો રાખવામાં આવ્યો નથી જેને લઇને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોટા ઉભડા ગ્રામ પંચાયત દ્વારા જ ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે પ્રવેશબંધી કરવાના બેનરો લગાવવામાં આવ્યા છે. ભાજપના કોઇ પણ કાર્યકર્તાઓ અને નેતાઓએ ગામમાં આવવું નહીં તેવા બેનરો લગાવવામાં આવતા સુરેન્દ્રનગરમાં રાજકારણ ગરમાયું છે.
આ સાથે જ ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી કામો પુરા નહીં કરવામાં આવે ત્યાં સુધી ભાજપના નેતાઓએ અને કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં. પ્રજા પરેશાન છે અને નેતાઓએ ચૂંટણી સમયે આપેલા વચનો પણ પુરા કર્યા નથી.






