ચૂંટણી પંચે તૈયાર કરી ખાસ બૂથ કીટ: સૂકો નાસ્તો, ચોકલેટ, બિસ્કિટ, ORS ,દવાઓ હશે કીટમાં
અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ મતદાન

અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન કરવા આવનાર નાગરિકો અને ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મીઓને હિટ વેવના સંજોગોમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે સુઘડ રીતે મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રે ખાસ પ્રકારની તૈયારીઓ કરી છે.
બૂથની સંખ્યા પ્રમાણે પ્રતિ બૂથ એક કિટ તૈયાર કરવામાં આવી
ચૂંટણી તંત્ર દ્વારા બૂથની સંખ્યા પ્રમાણે પ્રતિ બૂથ એક કિટ તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સામગ્રીઓ ઉપરાંત વેલ્ફેર કીટ, હાઇજીન કીટ અને મેડિકલ કીટ તમામ બૂથમાં રાખવામાં આવશે.
વેલ્ફેર કીટ, હાઇજીન કીટ અને મેડિકલ કીટ
વેલ્ફેર કીટમાં સૂકો નાસ્તો, ચોકલેટ, બિસ્કિટ જેવું રાખવામાં આવશે. જ્યારે હાઈજીન કીટમાં સાબુ, મોસ્કિટો રેપિલન્ટ કિટ જેવી વસ્તુઓ રખાશે. અને મેડિકલ કીટમાં જરૂરી દવાઓ અને ORSના પેકેટ વગેરે મૂકવામાં આવશે.






