મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં હવે ભગવાન પણ સલામત નથી, કચ્છમાં એક જ રાતમાં આઠ મંદિરમાં લાખોની ચોરી

કચ્છના નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે એક રાતમાં જ આઠ-આઠ મંદિર અને એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. મંદિર અ

ગુજરાતમાં હવે ભગવાન પણ સલામત નથી, કચ્છમાં એક જ રાતમાં આઠ મંદિરમાં લાખોની ચોરી

કચ્છના નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે એક રાતમાં જ આઠ-આઠ મંદિર અને એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. મંદિર અને દુકાનમાંથી લૂંટ મચાવીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. 

 આઠ મંદિરોમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા 

નખત્રાણા પોલીસે જણાવ્યા પ્રમાણે ચોરીનો બનાવ શુક્રવારે રાત્રિ દરમિયાન બન્યો હતો. તાલુકાના વડવા ભોપા ગામે આવેલા રબારી સમાજના વાંકલ માતાજીના ચાર મંદિર અને ભોપાબાપાનું મંદિર અને વાછડા દાદાનું મંદિર તેમજ વડવા કાંયા રોડ પર આવેલા મંદિર સહિત આઠ મંદિરોમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.

મંદિરોમાંથી સોના-ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડની ચોરી 

મંદિરોમાંથી સોના-ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડની ચોરી થઈ હતી. જ્યારે એક દુકાનમાં પણ ચોરી કરવામાં આવી હતી.  શનિવારે સવારે મંદિરમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ગામમાં એક રાતમાં આઠ મંદિર અને દુકાનમાં ચોરીના બનાવથી  ચકચાર મચી ગઈ હતી. 

વડોદરાના દેથાણ ગામના દેરાસરમાંથી લાખોની ચોરી

વડોદરાના દેથાણ ગામના  જૈન દેરાસરમાં દાગીના અને દાનપેટી તોડીને તસ્કરો લાખોની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. ભગવાનની મૂર્તિ ઉપર સોનાની બોર્ડરવાળી ચક્ષુઓ તેમજ સોનાની બોર્ડર વાળી ડાયમંડથી બનાવેલ તિલક, દાગીનાની ચોરી થઈ હતી. જેની કિંમત 4.20 લાખ હજાર હતી, દાન પેટીમાંથી 65  હજારથી વધુની રોકડ રકમ પણ તસ્કરો લઈ ગયા હતા.  આ બનાવ બાદ જિલ્લા પોલીસની ટીમ જૈન દેરાસર દોડી ગઈ હતી અને ચોરોને શોધવાની કવાયત હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો