Bhavnagar news: આઠ માસની ગર્ભવતી મહિલાને ટ્રક ચાલકે અડફેટે લીધી, ગર્ભસ્થ શિશુ સહિત બંનેના મોત
ભાવનગર-અમદાવાદ હાઇવે પર આધેલાઈ નજીક આઠ માસની ગર્ભવતી મહિલાને ભાવનગર હોસ્

ભાવનગર-અમદાવાદ હાઇવે પર આધેલાઈ નજીક આઠ માસની ગર્ભવતી મહિલાને ભાવનગર હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે રોડ સાઇડમાં ઉભા રહેતાં અચાનક અજાણ્યા ટ્રકે અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં મહિલા તેમજ ગર્ભસ્થ બાળકનું મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર ટી હોસ્પિટલ મોકલી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
મહિલા રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ જતી હતી
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર અમદાવાદ હાઇવે પર આધેલાઈ નજીક રાતળાવ ગામના વતની અને આઠ માસના ગર્ભવતી મહિલા કાજલબેન મુન્નાભાઈ રાઠોડને ભાવનગર હોસ્પિટલ ખાતે રૂટિન ચેકઅપ માટે લઈને આવતા હતા, ત્યારે આધેલાઈ નજીક તેઓ રોડ સાઈડમાં ઉભા હતા, ત્યારે અચાનક જ કાળ બનીને આવેલા એક અજાણ્યા ટ્રકના ચાલકે મહિલાને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતની ઘટનામાં મહિલાનું તેમજ તેના ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું હતું, ઘટનાને લઈને મૃતદેહને પીએમ માટે સરટી હોસ્પિટલ કચેરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




