મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વ્યાજખોરોના ચુંગાલમાથી લોકોને બચાવવા પ્રયાસ, જાગૃતિ ફેલાવવા માટે પોલીસે શરૂ કર્યા આ પ્રયાસ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ત્યારે સચિન GIDC પોલીસનો

સુરતમાં વ્યાજખોરોના ચુંગાલમાથી લોકોને બચાવવા પ્રયાસ, જાગૃતિ ફેલાવવા માટે પોલીસે શરૂ કર્યા આ પ્રયાસ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ત્યારે સચિન GIDC પોલીસનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વ્યાજખોરો વિરૂદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું છે. શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુગાલમાં ફસાવવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ પર બેનર પોસ્ટર લગાડી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ભોગ બનનારાઓ ઝોન 6 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી શકશે. સાથે જ જરૂરિયાતમંદ વ્યાજે નાણા લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તેવી માહિતી આપવામાં આવી રહી છે.

લોકોને જાગૃત કરવા પ્રયાસ

પોલીસે કહ્યું કે, ઘણા ઊંચા વ્યાજ વસૂલતા હોય છે તો ઘણા જોર જબરદસ્તીથી રૂપિયા કે મિલકતો પડાવતા હોય છે. ત્યારે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે. જે અનુસંધાને સાયકલ પર બેનર લગાવીને લોકો આવા વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય તે માટે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. કોઈ ફસાયું હોય તો અરજી આપે તેવી પણ જાગૃતિ ફેલાવાય રહી છે. બેનરમાં અલગ અલગ લખાણથી જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં ભોગ બનેલા લોકો ન્યાયની સાથે માહિતી પણ મેળવી શકશે. 

લોક દરબાર યોજાશે

પોલીસ સ્ટેશનમાં અરજી આપનારની ફરિયાદ પર તાત્કાલિક કામ કરવામાં આવશે. જેથી ઝડપથી આવા વ્યાજખોરોના આતંકમાંથી મુક્તિ મળી શકે તેમ છે. લોકોને ઓછા વ્યાજે લોન કે શરાફી દરમાં ક્યાંથી મળી રહેશે તેવી વિગતો પણ લોક દરબારમાં શેર કરવાની સાથે સાથે તેમને પણ ઉપસ્થિત રાખવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો