મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શિક્ષણ વિભાગની કાર્યવાહી, 4 નિયમિત શિક્ષકોને ટ્યુશન કરતા ઝડપ્યા

મહેસાણામાં કોચિંગ ક્લાસમાંથી સરકારી શિક્ષકો પકડાયા છે. શિક્ષણ વિભાગે મહેસાણા શહેરમાં 2

શિક્ષણ વિભાગની કાર્યવાહી, 4 નિયમિત શિક્ષકોને ટ્યુશન કરતા ઝડપ્યા

મહેસાણામાં કોચિંગ ક્લાસમાંથી સરકારી શિક્ષકો પકડાયા છે. શિક્ષણ વિભાગે મહેસાણા શહેરમાં 20 કોચિંગ ક્લાસમાં ઓચિંતિ તપાસ કરી હતી, જેમાં 4 નિયમિત શિક્ષકો ટ્યુશન કરતા પકડાયા છે. મહેસાણાના રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લામાં 50 શિક્ષકો ટ્યુશન કરતા હોવાની શિક્ષણ વિભાગને રજૂઆત મળી હતી. મહેસાણા એકેડેમિક એસો.એ બે મહિનામાં 5 વખત રજુઆત કરી હતી. ત્યારે આ રજૂઆતના પગલે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન પકડાયેલા 4 શિક્ષકો સામે તપાસ અહેવાલ રજૂ કરાશે. ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરાશે.

આ સમાચાર શેર કરો