Jamnagar news: જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ત્યાં EDના દરોડા, બેનામી સંપતિ મળે તેવી શક્યતાઓ
ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યમાં EDના દરોડા પડ્યા હતા. 

ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યમાં EDના દરોડા પડ્યા હતા. જામનગરમાં EDએ લાલા ગોરીયા નામના આસામીના ઘરે દરોડા પાડ્યા છે. લાલગોરીયા જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આગળની કાર્યવાહી ચાલુ, ગોરિયા જામનગરમાં હાજર નથી
ED દ્વારા સ્થાનિક પોલીસની મદદ લેવાતાં સીટી બી. ડિવિઝન પોલીસનો કાફલો દરોડા સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં લાલાભાઇ ગોરિયાના બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સમગ્ર બંગલાની બારીકથી ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન બંગલામાંથી શું મળ્યું છે, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. વળી, હાલમાં લાલાભાઇ ગોરિયા પણ જામનગરમાં હાજર ન હોવાથી EDની ટીમ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
હજુ ઘણા નામ બહાર આવી શકે
આ અચાનક થયેલી મોટી કાર્યવાહીને લઈને જામનગર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આગામી સમયમાં પણ આ પ્રકારના હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ બહાર આવી શકે છે.
તપાસ EDએ હાથ ધરી
આર્થિક ગેરરીતિ સબંધિત માહિતી મળતા તપાસ EDએ હાથ ધરી છે. જો કે, ધંધાર્થી લાલા ગોરીયા ઈડીની કાર્યવાહી સમયે ઘરે ના હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો ઝડપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.







