મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ફરી ભૂકંપના ઝટકા, તાલાલા અને ગીર વિસ્તારમાં ધરા ધ્રુજી

ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તાલાલા અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રુજી છે. રિક્ટર સ્કેલ

ગુજરાતમાં ફરી ભૂકંપના ઝટકા, તાલાલા અને ગીર વિસ્તારમાં ધરા ધ્રુજી

ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તાલાલા અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રુજી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3 નોંધવામાં આવી હતી.

તલાલા અને ગીર પંથકમાં ધરા ધ્રુજી

તલાલા અને ગીર પંથકમાં ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તલાલામાં 3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બપોરે 2.25 મિનિટે તલાલા અને ગીર પંથકમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તલાલાથી 10 કિલોમીટર દૂર નોર્થ ઇર્સ્ટમાં નોંધાયું હતું. ભૂકંપમાં કોઇ જાનહાની કે નુકસાનના સમાચાર નથી.

આ સમાચાર શેર કરો