કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિન્દુ રાપરથી 12 કિલોમીટર દૂર નોંધાયું
કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. પૂર્વ કચ્છમાં 10.05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની રિક્ટર સ્કેલ પર

કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. પૂર્વ કચ્છમાં 10.05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાપરથી પશ્ચિમ દક્ષિણ દિશામાં 12 કિલોમીટર દૂર હતું.
કચ્છમાં ફરી ભૂકંપના આંચકા
રાપર અને તેની આસપાસના પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ફરી એક વખત કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કચ્છમાં અવાર નવાર 3ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા રહે છે.
કચ્છમાં કેમ વારંવાર આવે છે ભૂકંપ?
કચ્છમાં ભૂકંપના આંચકાનું કારણ ત્યાં રહેલી ફોલ્ટ લાઇન છે. કચ્છમાં 6 ફોલ્ટલાઇન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઇન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસ્ખલનમાં જોવા મળે છે.








