મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેવદિવાળીએ ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફેલાયો ફફડાટ

Earthquake in Gujarat: એક બાજુ ગુજરાતભરમાં દેવદિવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારની ધરા ધ્રુ

દેવદિવાળીએ ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફેલાયો ફફડાટ

Earthquake in Gujarat: એક બાજુ ગુજરાતભરમાં દેવદિવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી હતી. પરિણામે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઉપરાંત અમદાવાદના ચાંદખેડા અને નવા વાડજ વિસ્તારમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી.

કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દૂર નોંધાયું 

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે 10.15 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી,હળવદ સહિતના અનેક જિલ્લાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. જોકે, હાલ જાનમાલને નુકસાન થયાના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.

બનાસકાંઠાની ધરા ધ્રુજી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, કાણોદર, દાંતા, અમીરગઢ, ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં ભૂકંપની અસર જોવા મળી હતી. જોકે, અચાનક ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 

સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંચકા 

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના તાલુકાઓમાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી. પરિણામે સુરેન્દ્રનગર વાસીઓ ભૂકંપના આંચકા અનુભવતા ઘરની બહાર દોડી આવ્યા હતા. 

ભૂકંપ કેમ આવે છે ? 

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.

આ સમાચાર શેર કરો