મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર સોમનાથ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા-ગીર પંથકમાં ધરા ધ્રૂજી

ગુજરાતના સૌરાષ્ટ્રમાં મંગળવાર (26 નવેમ્બર 2024) સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ISRએ જણાવ્યું

ગીર સોમનાથ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા-ગીર પંથકમાં ધરા ધ્રૂજી

ગુજરાતના સૌરાષ્ટ્રમાં મંગળવાર (26 નવેમ્બર 2024) સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ISRએ જણાવ્યું છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. ભૂકંપ સાંજે 6:08 મિનિટ પર આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપથી કોઈ નુકસાની કે જાનહાનિ થવા પામી નથી. 

ISRના આંકડા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ગીર સોમનાથ જિલ્લાના તલાલાથી અંદાજિત 2 કિલોમીટર દૂર હતું. ગુજરાતમાં ભૂકંપની ઘટના વચ્ચે જાપાનમાં પણ ભૂકંપ આવ્યો છે. જાપાનના ઇશિકાવા પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

18 નવેમ્બરે કચ્છમાં આવ્યો હતો ભૂકંપ

18 નવેમ્બરે પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના  પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા  રેક્ટર સ્કેલ પર 4.0 મેગ્નીટ્યૂડ નોંધાઈ હતી. રાત્રે લગભગ 8:18 વાગે આંચકો અનુભવાયો હતો. ભુકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કીમી દૂર ભચાઉના કણખોઈ નજીક નોંધાયું હતું. 

15 નવેમ્બરે  પાટણમાં આવ્યો હતો ભૂકંપ

(15 નવેમ્બર 2024) લગભગ રાત્રે 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દૂર ઉત્તરમાં નોંધાયું. જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ નોંધ્યું હતું. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા. લોકોના જણાવ્યા અનુસાર, 10 સેકેન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો.

આ સમાચાર શેર કરો