મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકા: વિધિના નામે સગીરાનું અપહરણ કરનાર મુસ્લિમ તાંત્રિકો ઝડપાયા,આર્થિક ભીંસમાં ફસાયેલા પરિવારને લલચાવ્યો

રાજ્યની અમદાવાદની એક હોસ્પિટલમાં ભૂવો તંત્ર મંત્ર દ્વારા દર્દીની સારવાર ક

દ્વારકા: વિધિના નામે સગીરાનું અપહરણ કરનાર મુસ્લિમ તાંત્રિકો ઝડપાયા,આર્થિક ભીંસમાં ફસાયેલા પરિવારને લલચાવ્યો

રાજ્યની અમદાવાદની એક હોસ્પિટલમાં ભૂવો તંત્ર મંત્ર દ્વારા દર્દીની સારવાર કરતો વિડિયો હાલ વાયરલ થયો છે, ત્યારે બીજી તરફ દ્વારકાના પંથકમાં તાંત્રિક વિધિના નામે સગીરાનું અપહરણ કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે આર્થિક ભીંસમાં ફસાયેલા પરિવારને તાંત્રિક વિધિના નામે લલચાવીને ભરોસામાં લીધા હતા.

પરિવારની સગીર વયની કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું

ભરોસામાં રાખીને પરિવારની સગીર વયની કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. કિશોરીનું અપહરણ કરીને વિધી કરવાના બહાને બન્ને તાંત્રિકોનું ષડયંત્ર ઝડપાયું હતું.

આ પણ વાંચો: VIDEO: લ્યો બોલો...અમદાવાદ સિવિલમાં ભૂવાઓ મટાડે છે રોગ, વેન્ટિલેટર પર રહેલા દર્દીની કરી વિધિ!

રજાક નાગડા અને હનીફ કાંટેલિયા નામના આરોપીઓ

પોલીસે આરોપી રજાક નાગડા અને હનીફ કાંટેલિયા નામના આરોપીઓ વિરુદ્ધ પોકસો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
 

આ સમાચાર શેર કરો