મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જર્જરિત મકાનના ડીમોલેશન વખતે દીવાલ નીચે દટાયો શ્રમિક, સારવાર મળે તે પહેલાં નીપજ્યું મોત

સુરત નાનપુરા પોસ્ટ ઓફીસ નજીક એક જર્જરિત મકાનના ડીમોલેશન દરમિયાન દીવાલ તૂટી પડતા એક શ્રમિકનું દબાઈ જવાને કારણ

સુરતમાં જર્જરિત મકાનના ડીમોલેશન વખતે દીવાલ નીચે દટાયો શ્રમિક, સારવાર મળે તે પહેલાં નીપજ્યું મોત

સુરત નાનપુરા પોસ્ટ ઓફીસ નજીક એક જર્જરિત મકાનના ડીમોલેશન દરમિયાન દીવાલ તૂટી પડતા એક શ્રમિકનું દબાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃતક રમણ દિડોર મૂળ રાજસ્થાનનો વતની અને એક મહિનાથી મજૂરીકામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

દીવાલ નીચે કચડાતા મોત

રૂપેશભાઈ (કોન્ટ્રાકટર)એ કહ્યું કે, ઘટના સાંજે 4:15 ની આજુબાજુ બની હતી. જર્જરિત મકાનને ઉતારતી વખતે અચાનક દીવાલ ધરાસાયી થઈ ગઈ હતી. શ્રમિક રમણભાઈ હવજીભાઈ દિડોર (ઉ.વ.32) દીવાલને પડતી જોઈ દોડીને રસ્તો પસાર કરવા જતાં દીવાલ નીચે આવી ગયા હતા. ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. 

રસ્તો ક્રોસ કરે તે પહેલા દીવાલ પડી

રમણ એક મહિનાથી જ કામ કરી રહ્યો હતો. જર્જરિત મકાન ડીમોલેશનમાં આવતા તોડવાનું કામ મળ્યું હતું. ઘટના સમયે રમણ બાજુ પર જ ઉભો હતો. જોકે દીવાલને પડતા જોઈને સાઈડ પર થવાના વિચાર સાથે રસ્તો ક્રોસ કરવા જતાં એના પર દીવાલ પડી ગઈ હતી. હાલ પોલીસ તપાસ ચાલે છે.

આ સમાચાર શેર કરો