મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વરમાં ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો મામલો, મુખ્ય સૂત્રધાર દિલ્હીથી ઝડપાયો

અંકલેશ્વરમાં રોયલ અકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશી

અંકલેશ્વરમાં ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો મામલો, મુખ્ય સૂત્રધાર દિલ્હીથી ઝડપાયો

અંકલેશ્વરમાં રોયલ અકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કેસમાં ભરૂચ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મુખ્ય ફરિયાદી સુધી પહોંચવામાં મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ, કમ્પ્યુટર સહિત લગભગ 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી માત્ર 15 હજાર રૂપિયામાં નકલી માર્કશીટ બનાવી આપતો હતો. વધુ પૂછપરછમાં પોલીસને દિલ્હી સ્થિત મુખ્ય સૂત્રધાર ચંદન પ્રભાકર પાંડેનું નામ મળ્યું.

જયેશ પાસેથી પોલીસને માત્ર મોબાઇલ નંબર મળ્યો હતો, જેના આધારે ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કરાયું. ગુનો નોંધાયા બાદ ચંદન પ્રભાકર પાંડે પોતાનો જૂનો મોબાઇલ નંબર બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો, છતાં ભરૂચ પોલીસની ટીમ દિલ્હીમાં સક્રિય તપાસ ચલાવી રહી હતી. ભરૂચ પોલીસની ટીમે દિલ્હીમાં ધામા નાંખી આખરે ચંદન પ્રભાકર પાંડેની ધરપકડ કરી હતી. તેની પાસેથી 42 અલગ-અલગ નકલી પ્રમાણપત્રો, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યુટનો સિક્કો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો