Mehsana news: ડમ્પરે બાઇકને લીધું અડફેટે, ચાલકનું ઘટનાસ્થળે જ મોત
મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઇવે પર એક ડમ્પરચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ

મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઇવે પર એક ડમ્પરચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે ચાલક બાઇક સાથે સળગી ઉઠ્યું હતું. આ અંગે પોલીસે તપાસ સાથે ફરાર ડમ્પરચાલકની શોધખોળ આદરી છે.
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ફરાર
ખેરાલુ-સતલાસણા હાઇવે ઉપર અરઠી ગામ નજીક એક ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફિકરાઇથી હંકારી સાસરીમાં જઇ રહેલા એક બાઈકચાલકને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકચાલક ઉછળીને દૂર ફંગોળાયો હતો અને બાઇક સાથે સળગવા લાગ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કર્નલસિંહ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ આ અંગે અકસ્માતે ગુનો નોંધી ફરાર ડમ્પરચાલકની શોધખોળ આદરી છે.




