મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નશામાં ધૂત નબીરાએ લક્ઝુરિયસ કારને બેફામ દોડાવી 10 વાહનોને અડફેટે લીધા, 3ની હાલત ગંભીર

ગુજરાત સહિત સુરતમાં પણ નશામાં બેફામ થઈને લક્ઝુરિયસ ઓડિ કાર બેફામ સ્પીડમાં દોડ

સુરતમાં નશામાં ધૂત નબીરાએ લક્ઝુરિયસ કારને બેફામ દોડાવી 10 વાહનોને અડફેટે લીધા, 3ની હાલત ગંભીર

ગુજરાત સહિત સુરતમાં પણ નશામાં બેફામ થઈને લક્ઝુરિયસ ઓડિ કાર બેફામ સ્પીડમાં દોડાવી હતી. જેમાં 10 જેટલા વાહનોને ઉડાવ્યા હતાં. જેથી 3 વાહનચાલકોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ અકસ્માત સર્જનાર નબીરાને ઝડપી લઈને પોલીસ હવાલે કરાયો હતો.

અકસ્માત બાદ કારમાં પંચર પડ્યું

વેસુ કેનાલ રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે (જીજે-05 આરટી-5550) રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. 

પીછો કરીને ઝડપી લીધો

એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા.ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ, કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો