મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં બે વર્ષમાં 1,115 કરોડનું ડ્રગ્સ પકડાયું પણ આરોપીઓ અંગે રહસ્ય, હેરાફેરી અટકી પણ નેટવર્ક ન ભેદાયું

સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠેથી ડ્રગ્સની હેરાફેરીના આયોજનબદ્ધ નેટવર્ક ઉપર ATS, પોલીસ અને એજન્સીઓના સંયુક

કચ્છમાં બે વર્ષમાં 1,115 કરોડનું ડ્રગ્સ પકડાયું પણ આરોપીઓ અંગે રહસ્ય, હેરાફેરી અટકી પણ નેટવર્ક ન ભેદાયું

સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠેથી ડ્રગ્સની હેરાફેરીના આયોજનબદ્ધ નેટવર્ક ઉપર ATS, પોલીસ અને એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી અંકુશ મેળવી શકાયો છે. વર્ષ 2023-24 દરમિયાન કચ્છના દરિયાકાંઠેથી પકડાયેલાં 1,115 કરોડના કોકેન અને ચરસના પેકેટ્સના આરોપીઓ અંગે રહસ્ય અકબંધ છે. પૂર્વ કચ્છના દરિયાકાંઠેથી જ 1170 કરોડનો કોકેનનો જથ્થો પકડાયો તે મોકલનારાં અને લાવનારાં કોણ તે ભેદ અકબંધ છે.

કચ્છમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું પણ તેને મોકલનારા પકડાતા નથી

ખારીરોહર નજીક તો 130 કરોડનું કોકેન તો ATSની બાતમીથી પકડાયું હતું પણ આ એજન્સી પણ કોકેનનો વિશાળ જથ્થો મોકલનારાં સુધી પહોંચી શકી નથી. જુન 2023થી દોઢ વર્ષમાં દરિયાકાંઠે 45 કરોડની કિંમતના કોકેન અને ચરસના 200 જેટલા પેકેટ્સ બિનવારસી મળ્યાં હતાં તેનો નિકાલ કરવા હવે વિધીવત પોલીસ ફરિયાદો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.

દરિયાઇ રસ્તે ભારતમાં ડ્રગ્સની હેરાફેરી

દરિયાઇ રસ્તેથી ભારત અને વિશ્વમાં ડ્રગ્સની હેરાફેરી કરવા માટે કચ્છના દરિયાકાંઠાનો દુરઉપયોગ શરૂ થયો તેના ઉપર 2023-24 એમ બે વર્ષની ઝૂંબેશથી અંકુશ મેળવાયો છે. ઝૂંબેશમાં કચ્છના સાગરકાંઠાને સ્થાનિક પોલીસ અને એજન્સીઓએ ખૂંદી નાંખ્યા પછી કૂલ 1115 કરોડનું ડ્રગ્સ પકડાયું પણ આરોપીઓ અંગે રહસ્ય અકબંધ રહ્યું છે. ઓગસ્ટ-23થી જુન-24 દરમિયાન માંડવી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં કૂલ 44.57 કરોડના 112 કિલો ચરસના પેકેટ્સ તણાઇ આવ્યાં અથવા તો ભરતીનો યુક્તિપુર્વક ઉપયોગ કરી મોકલવામાં આવ્યા હોવાની ફરિયાદ એસ.ઓ.જી.એ નોંધી છે. 

મુન્દ્રા પોલીસે મુન્દ્રા વેસ્ટ પોર્ટથી પૂર્વ બાજુના દરિયાકાંઠાથી 13.50 લાખના ચરસના પેકેટ્સ તેમજ જખૌ પોલીસે દરિયામાં બીનવારસી ફેંકી દેવાતા કાંઠા ઉપર તણાઇ આવેલા 1.01 કરોડના 67 કિલો ચરસના પેકેટ્સ કબજે કરાયાની ફરિયાદ એસ.ઓ.જી.દ્વારા નોંધાવાઇ છે. વર્ષ 2023-24 દરમિયાન પૂર્વ કચ્છના મીઠીરોહર અને ખારીરોહરના ખાડી વિસ્તારમાંથી 1070 કરોડનું ડ્રગ્સ બિનવારસી હાલતમાં ત્રણ તબક્કામાં પકડાયું હતું. જુન 2024માં ATSની બાતમીથી બ્લો-અપ લખાણવાળા થેલાઓમાંથી 130 કરોડનું 13 કિલો કોકેન પકડાયું હતું. સપ્ટેમ્બર-2023માં સૌથી મોટો 820 કરોડનો જથ્થો સ્થાનિક પોલીસે સર્ચ દરમિયાન પકડ્યો હતો અને તેના થેલાઓ ઉપર ટાઇગર જેવા માર્કા હતા. આ પછી ઓક્ટોબર-2024માં ઝાડીઓમાંથી 120 આફ્રિકન કન્ટ્રીઝમાં મોકલાય તે પહેલાં પકડી પડાયો હતો. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કહે છે કે, હજુ સુધીની તપાસમાં સ્થાનિક લોકોની સંડોવણી બહાર આવી નથી.

કચ્છ: ક્યાંથી ક્યારે બિનવારસી ડ્રગ્સ પકડાયું

સ્થળ કેટલું ડ્રગ્સ     કિંમત
જખૌ: જુન-2023    65 કિલો, 326 ગ્રામ ચરસ (પેકેટ)  1.01 કરોડ
મુન્દ્રા-ઓગસ્ટ-2023 8 કિલો, 650 ગ્રામ ચરસ (પેકેટ) 13.50 લાખ

માંડવી:ઓગસ્ટ-23થી    જુન-2024
112 કિલો ચરસ, કોકેન (પેકેટ) 44.57 કરોડ
મીઠીરોહર: સપ્ટેમ્બર 2023     82 કિલો કોકેન (બિનવારસી) 820 કરોડ
ખારીરોહર: જુન-2024 13 કિલો કોકેન (બિનવારસી) 130 કરોડ
ખારીરોહર: ઓક્ટોબર-2024 12 કિલો કોકેન (બિનવારસી) 120 કરોડ

આ સમાચાર શેર કરો