સુરતની સિવિલ હોસ્પિટલમાં પોલીસને બંધ કરીને ડ્રગ્સ માફિયાને ભગાવનારા ઝડપાયા
સુરતના લિંબાયતનો NDPSનો આરોપી સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતાં. પેટમાં દુઃખાવાની ફરિયાદ

સુરતના લિંબાયતનો NDPSનો આરોપી સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતાં. પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો.બાદમાં આરોપીના મિત્રો ટિફિન આપવાના બ્હાને સિવિલ પહોંચ્યાં હતાં. સિવિલના પ્રિઝનલ વોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો. જાપ્તામાં ઉભેલી પોલીસને રૂમમાં બંધ કરી મિત્ર આરોપીને ભગાવી ગયો હતો.
બાઈકમાં ફરાર થયો હતો
પ્રિઝનર લોકઅપમાંથી ડ્રગ્સ માફિયા પોલીસને ધક્કો મારી તેના બે સાગરિતો સાથે બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો. 22મીએ રાત્રિના સમયે નવી સિવિલના પ્રિઝનર લોકઅપમાં બે શખ્સો આરોપી શાહરૂખ ઉર્ફે ચિકનીને ટીફીન આપવા આવ્યા હતા. તે દરમિયાન પોલીસે ટિફિન ચેક કરીને આરોપીને લોકઅપમાં આપવા ગયા હતા. તેવામાં આરોપીએ પોલીસ કર્મીને ધક્કો મારી ત્યાંથી ભાગી ગયો હતો. બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસકર્મી પ્રદીપ મહેશ ત્યાં તૈનાત હતો. બનાવ અંગે પોલીસકર્મીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતા વધુ એક ગુનો નોંધ્યો હતો.
બે ઝડપાયા
સરથાણા પોલીસે સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતેથી આરોપી અને ભગાવી જનાર મિત્રની ધરપકડ કરી હતી. પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી શાહરુખ ઉર્ફે ચીકની ફીરોજખાન પઠાણ, અને મદદગારીમાં સામેલ ફેઝલખાન ઉર્ફે બપ્પી અફઝલખાન પઠાણને વડોદરા ખાતેથી બાતમીને આધારે પકડી પાડ્યા હતા.








