મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: સાવલીના મોકસીગામની સીમમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી, એકની અટકાયત

Vadodara News: વડોદરામાં ચાર વર્ષ પહેલા ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. ચાર વર્ષ બાદ જિલ્લામાં આજે ફરી

વડોદરા: સાવલીના મોકસીગામની સીમમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી, એકની અટકાયત

Vadodara News: વડોદરામાં ચાર વર્ષ પહેલા ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. ચાર વર્ષ બાદ જિલ્લામાં આજે ફરી એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરી એક શકમંદની અટકાયત કરી છે. 

ઝૂપડા જેવો શેડ બનાવી કરવામાં આવતું હતું ડ્રગ્સનું પ્રોડક્શન 

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના  મોકસીગામના  સીમવિસ્તારમાં ઝૂપડા જેવો શેડ બાંધી તેમાં ડ્રગ્સનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું. પોલીસને બાતમી મળતા જિલ્લા SOG  ટીમે બાતમીના આધારે દરોડા પાડીને આ જગ્યા પરથી ડ્રગ્સ બનાવવાનું  રો-મટીરિયલ કબ્જે કર્યું છે. શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે FSLની ટીમને જાણ કરવામાં આવી છે, સાથે જ એક શકમંદની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ દરોડા અને તપાસ ની કામગીરી ચાલુ એક શંકાસ્પદ ઇસમને અટક કરીને પૂછપરછ હાથ ધરી

અગાઉ સિંધરોટમાંથી ઝડપાઈ હતી  MD ડ્રગ્સની ફેક્ટરી

વર્ષ 2022માં વડોદરા પાસે સિંધરોટ ગામની સીમમાંથી 500 કરોડની MD ડ્રગ્સની ફેક્ટરીઝડપાઈ હતી.  ATSની ટીમને સ્થળ પાથી MD ડ્રગ્સ બનાવવાના બે બેરલ ભરેલું  કેમિકલ મટિરિયલ મળી આવ્યું હતું. વડોદરાના ગોડાઉનમાં જ સિફતપૂર્વક સેંકડો કિલો ડ્રગ્સ બનાવવાનું સબસ્ટાન્સ છુપાવ્યું હતું. જેમાંથી 500 કિલો ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો